૧૯૫૨ ની પ્રજાસતાક ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ડો આંબેડકર શીડ્યુલ કાસ્ટ ફેડરેશનના નેજા હેઠળ ને ‘હાથી’ ના પ્રતીક સાથે ચૂંટણી મેદાનમાં આવ્યા. તા ૭/૧૧/૧૯૫૧ ના દિવસે પટનામાં જયપ્રકાશ નારાયણ સાથે વાટાઘાટો કરી.સમાજવાદી પક્ષ ને શી.કા. ફેડરેશન વચ્ચે ચૂંટણી જોડાણ થયુ અને ડૉ આંબેડકર મુંબઇથી ચૂંટણી લડ્યા.જ્યારે ડો આંબેડકર સામે કોંગ્રેસે દૂધ વેચવાવાળો નારાયણ સાદોબા કાજરોલકર નામનો ઉમેદવાર ઉભો રાખી દલિત પેટા જાતિવાદ નો લાભ લીધો.કાજરોલકર ૧,૩૭,૯૫૦ મતો મેળવી ગયો અને ડૉ આંબેડકર ૧,૨૩,૫૬૬ મતો મેળવી કારમો પરાજય ભોગવ્યો. જો કે તેમાં દોષપુણ ચૂંટણી પ્રથા અને સામ્યવાદી વામપંથી નેતા બિરાદર ડાંગેએ પોતાની જનોઈ જોઈ વોટ મેંળવવાની અપીલ કરી હતી.ધર્મ કે જાતિમાં ન માનનારા દંભી સામ્યવાદીઓ ચૂંટણીમાં જનોઈ પર આવી ગયા. આ ડાંગેએ અનામતના ઉમેદવારની ચબરખી પણ પોતાનામાં નખાવી ૩૯૧૬૫ અનામતના વોટ વેડફાયા હતા.આમ ડો આંબેડકર ઈરાદાપૂર્વક હરાવ્યા હતા.આ બાબતે ડો આંબેડકર દ્વારા જસ્ટિસ અશોક મેહતાની કોર્ટમાં રિટ પણ થઈ હતી.વળી ૧૯૫૪ માં ભંડારાની (વિદર્ભ) લોકસભાની ચૂંટણીમાં પુનઃ લડતા કોંગ્રેસના ઉમેદવાર બોરકર જે પાન વેચવાનો ધંધો કરતો હતો અહીં પણ પેટાજાતિ નો લાભ લઇ ઉભો રાખવામાં આવ્યો.બોરકર ૧,૪૦,૮૬૪ ,વોટ લઈ ગયો ને ડો આંબેડકરને ૧,૩૨,૮૪૩ વોટ મળતા પરાજય મળી હતી.
કોંગ્રેસી કાજરોલકર-બોરકર ને સામ્યવાદી વામપંથી ડંગે એ ડો આંબેડકરને લોકસભામાં જતા રોક્યા હતા. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ દ્વારા ૧૯૫૨ ની ચૂંટણીમાં કેટલાક સંનિષ્ઠ મહાનુભાવો સામે ઉમેદવાર ઉભા રાખ્યા વિના બિન હરીફ ચૂંટાવ્યા હતા જેમ કે જે.બી.કૃપલાણી. પરંતુ ડો આંબેડકર ની સામે બે બે વાર રેજી પેજી ઉમેદવાર ઉભા રાખી ને પેટાજાતિવાદ વક્રરાવી સામ્યવાદી સથવારે હરાવ્યા હતા.આમ આ લોકોએ દલિત સમાજનું નહિ પરંતુ રાષ્ટ્રનું નુકશાન કર્યુ.
જય ભીમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *