ડો. બાબાસાહેબ આંબેડકરના મહાનિર્વાણ દિન: 6 ડિસેમ્બરના રોજ ડો. બાબાસાહેબ ઓપન યુનિર્વસિટી દ્વારા ભાવાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુનિર્વસિટી પરિસરમાં ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ પછી યોજાયેલા વ્યાખ્યાનમાં ડો. આંબેડકર જીવન દર્શનના અભ્યાસુ કિશોર મકવાણાને વિશેષઆમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં તેમણે ‘આજના સમયમાં ડો. આંબડકરના વિચારોની પ્રસ્તુતા’ વિષય પર પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ડો. આંબેડકરના રાષ્ટ્ર, જાતિવાદ, મહિલા, શિક્ષણ, વીજળી, જળ પ્રબંધન, આર્થિક તેમજ યુવાનો અંગેના વિચારો વર્તમાન સમયમાં જ નહીં પરંતુ શતાબ્દીઓ સુધી ભારતનું માર્ગદર્શન કરનારા મુલ્યવાન વિચારો છે, ડો. આંબેડકરના આ વિચાર દર્શનના પ્રકાશમાં ભારત વિશ્વનો મહાન દેશ બની શકે એટલું તે પ્રભાવશાળી છે.’ આ ભાવાંજલિ કાર્યક્રમમાં યુનિર્વસિટીના કુલપતિ ડો. પંકજ જાની, રજીસ્ટ્રાર ડો. અમી ઉપાધ્યાય તથા ‘સંવેદના સમાજ’ સામયિકના તંત્રી અનીતા પરમાર ઉપસ્થિત રહ્યા હતા. યુનિર્વસિટીના પ્રાંગણમાં રહેલી ડો. આંબેડકરની ભવ્ય પ્રતિમા સમક્ષ ઉપસ્થિત સૌ ભાઇઓ-બહેનોએ ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *