Shri Kishor Makwana

 ડો. બાબાસાહેબ આંબેડકર જીવન દર્શનના અભ્યાસુ કિશોર મકવાણા . સામાજિક ન્યાય, સામાજિક સમતા-સમરસતા પર વર્ષોથી લખતા રહ્યા છે. ‘પારીવારિક સામયિક ‘નમસ્કાર’ના તંત્રી અને ‘સંવેદના સમાજ’ સામયિકના પ્રકાશક છે. તેઓ લગભગ ૨૭ વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલા છે.
વૈચારિક સામયિક ‘સાધના’ સાપ્તાહિકમાં તેમણે ૧૬ વર્ષ કામ કર્યુ, તેઓ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી રહી ચૂક્યા છે. કિશોર મકવાણા દિવ્ય ભાસ્કર દૈનિકની રવિપૂર્તિમાં સોશિયલ નેટવર્ક કોલમના કોલમિસ્ટ છે.
 

પુસ્તકો
 તેમણે અત્યાર સુધીમાં 24 જેટલા વિવિધ વિષયો પર પુસ્તકો લખ્યા છે, તેમાં મુખ્યત્વે: સામાજિક ક્રાંતિના મહાનાયક ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. આંબેડકરનો વિચાર વૈભવ,  મહામાનવ ડો. આંબેડકર, સ્વામી વિવેકાનંદ, સફળતાનો મંત્ર, સમર નહીં સમરસતા, ક્રાંતિવીર બીરસા મુંડા, યુગ પ્રવર્તક શિવાજી મહારાજ વગેરે પુસ્તકો છે. તેમણે વિભાજનની કરૂણાંતિકા જેવા પુસ્તકોના અનુવાદ કર્યા છે.
સામાજિક સમરસતા, કે.કા. શાસ્ત્રી, ડો. આંબેડકર વિચાર દર્શન, અનામત અંગેનું સત્ય-અસત્ય, શ્રી મા તું દ્રદયે વસનારી જેવા પુસ્તકોનું સંપાદન કર્યુ છે.

 પુરસ્કાર
કિશોર મકવાણાને તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના હસ્તે સામાજિક સમરસતા અને ભારતીય રાષ્ટ્રવાદ માટેના પત્રકારત્વ બદલ નચિકેતા પુરસ્કાર મળ્યો છે. ઉપરાંત યુવા સાહિત્ય પુરસ્કાર તેમજ ૧ મે ૨૦૧૭- ગુજરાત સ્થાપના દિને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગૌરવ પુરસ્કાર મળ્યો.

कर्मठ और सतर्क पत्रकार। सही मायने में राष्ट्रवादी समाजकर्मी। दिव्य भास्कर के लोकप्रिय रविवारीय स्तंभ ‘सोशल नेटवर्क’ के स्तंभकार। पारिवारिक पत्रिका ‘सूर्य नमस्कार’ के संचालक, प्रकाशक एवं प्रधान संपादक।‘स्वामी विवेकानंद’, ‘राष्ट्रीय घटनाचक्र’, ‘आरएसएस का लक्ष्य’, ‘डॉ. बाबासाहब आंबेडकर’, ‘सफलता का मंत्र’ आदि अनेक प्रसिद्ध पुस्तकों के लेखक। ‘सामाजिक समरसता’ एवं ‘आपणा नरेंद्रभाई’ जैसी सैकड़ों पुस्तकों सहित श्री नरेंद्र मोदी के आलेखों और प्रवचनों का भी संपादन।सन् 1999 में प्रधानमंत्री श्री अटलबिहारी वाजपेयी के साथ लाहौर बस यात्रा के सहयात्री। ‘पाञ्चजन्य नचिकेता सम्मान’ एवं ‘प्रतापनारायण मिश्र युवा साहित्य पुरस्कार’ से सम्मानित।

 Smt. Anita Parmar

અનીતા પરમાર ગુજરાતના અગ્રણી દલિત ‘સંવેદના સમાજ’ સામયિકના તંત્રી છે,

અનીતા પરમાર ગાંધીનગરની અનુસુચિત જાતિ માટે કામ કરતી જાણીતી સહકારી સંસ્થા – ‘વસુધા ક્રેડીટ સોસાયટી’ માં ડીરેક્ટર તરીકે પણ કાર્યરત છે. ઉપરાંત દલિત ઉદ્યોગકારો માટે સક્રિય કામ કરતા રાષ્ટ્રીય સંગઠન ‘દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ’ ના ગુજરાત ચેપ્ટર સાથે પણ જોડાયેલા છે.

ગાંધીનગરમાં અનુસુચિત જાતિની મહિલાઓ જાગૃત થાય અને એ પણ દલિત સમાજના પ્રશ્નોથી વાકેફ થાય તથામહિલાના ઉત્થાન માટે કામ કરતી થાય એ દિશામાં અનિતાબેન કામ કરી રહ્યા છે. ગરીબ બાળકોના શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ‘શિક્ષણ સેવા વિકાસ ટ્રસ્ટ’ માં ટ્રસ્ટી તેમજ માર્ગદર્શક.

અનુસુચિત જાતિના વૈચારિક જાગરણ માટે ‘સંવેદના સમાજ’ સામયિક શરુ કર્યું તો સાથે સાથે ડો. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા અને અનુસુચિત જાતિના મહાપુરુષો તેમજ તેમના વિચારો પુસ્તકના માધ્યમથી લોકો સુધી પહોંચે તે માટે ‘સંવેદના પબ્લીકેશન’ પણ શરુ કર્યું છે, તેના દ્વારા તેમણે ‘બુદ્ધ દર્શન ડાયરી’, ‘સામાજિક ક્રાંતિના મહાનાયક – ડો. બાબાસાહેબ આંબેડકર’, ‘અનામતનું સત્ય-અસત્ય’ તેમજ ‘ડો. બાબાસાહેબ આંબેડકરનો વિચાર વૈભવ’ જેવા પુસ્તક પ્રગટ કર્યા છે.

દલિત સમાજના પ્રશ્નો અને તેની સમસ્યાઓ તરફ જોવાનો તેમનો એક આગવો અને હકારાત્મક દ્રષ્ટિકોણ હોવાથી દલિત સમાજને વર્તમાન સમયમાં તેઓ ‘સંવેદના સમાજ’ સામયિક તંત્રી તરીકે યોગ્ય દિશામાં માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

 

अनीता परमार गुजरात के अग्रणी सामयिक ” संवेदना समाज ” के तंत्री है। वे गरीबों एवं बिछड़े वर्गो के लिए कार्य करती संस्था ” शिक्षण सेवा विकास ट्रस्ट ” में मार्गदर्शक एवं निदेशक है। पत्रकारिता का उनको लम्बा अनुभव है। वे गुजरात में दलित परिवार के महिलाओं को जागृत करने के लिए कार्य कर रहे है। बाबा साहब कि सोच को जन जन तक पहुँचाने के लिए शब्द का साथ लेकर संवेदना पब्लिकेशन शुरू किया। अनिताजी बाबा साहेब एवं अनामत के ऊपर काफी सारे पुस्तक लिख चुकी है।

इनकी इन उत्कृष्ट सेवाओं के लिए विविध संस्थाओ ने एवं गुजरात सरकार की और से काफी सारे अवॉर्ड्स भी प्राप्त कर चुकी है। जिनमे से महात्मा जोतिबा फुले दलित पत्रकार अवॉर्ड मुख्य है।